અમદાવાદ - હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી થેલામાં બોમ્બની શંકા જતાં બોમ્બ સ્કોડ બોલાવાઇ અને મળ્યું શું જાણો?

અમદાવાદ : અમદાવાદમાં પશ્ચિમ રેલ્વે પોલીસને અમદાવાદ - હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી થેલો મળ્યો અને તેમાં બોમ્બ હોવાની શંકા લાગી હતી. તત્કાલ રેલ્વે પોલીસે બોમ્બ સ્કોડને બનાવની જાણ કરી હતી. બોમ્બ સ્કોડ ત્યાં આવી પહોંચી હતી અને  તપાસ કરતા થેલામાંથી બોમ્બ નહીં પણ ગાંજાનો જથ્થો મળ્યો હતો. રેલ્વે પોલીસે 4 કિલો અને 580 ગ્રામ ગાંજાનો જથ્થો જમા લઈ અજાણ્યાં શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસ્વીર 
પશ્ચિમ રેલ્વે પોલીસના સ્પેશયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ રઘુવીરસિંહ સહિતનો SOGનો સ્ટાફ કાંકરિયા તરફ આવેલા રેલ્વે વોશિંગ યાર્ડમાં પેટ્રોલિંગમાં હતાં. તે સમયે અમદાવાદ - હાવડા એક્સપ્રેસમાં એસએલઆર કોચ અને જનરલ કોચના બફર વચ્ચેના નીચેના ભાગે મહક સિલ્વરના સિમ્બોલનો થેલો મુકેલો હતો. બોમ્બ સ્કોર્ડએ તપાસ કરતા થેલામાંથી બોમ્બ નહીં પણ 4.780 કિલો ગાંજો મળ્યો હતો. 200 ગ્રામ સેમ્પલ તરીકે લઈ પોલીસે 4.580 કિલો ગાંજો રૂ.28680ની કિંમતનો જમા લઈ અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
movies

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.